Pages

Highlight Of Last Week

Search This Website

Thursday 3 November 2022

પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ગુજરાત : ગર્ભવતી મહિલાઓને મળશે લાભ

 પ્રધાનમંત્રી માતૃવંદના યોજના ગુજરાત : ગર્ભવતી મહિલાઓને મળશે લાભ

ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે. જેમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, સખી વન સ્ટોપ સેન્‍ટર વગેરે. તો ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી યોજના ચાલુ કર્યો છે. જે મહિલાઓને આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના યોજના વિશે વાત કરીશું.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના- PMMVY એ ભારત સરકાર દ્વારા ઓફર કરવામાં આવતો માતૃત્વ લાભ કાર્યક્રમ છે, જેના હેઠળ રૂ.નું રોકડ પ્રોત્સાહન આપવામાં આવે છે. 5,000 સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને આપવામાં આવે છે. કુટુંબના પ્રથમ જીવતા બાળક માટે ચોક્કસ માતા અને બાળ સ્વાસ્થ્યની શરતોને પરિપૂર્ણ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે!


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના

આ યોજના રૂપિયા 6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અન્‍વયે, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ લેખ દ્વારા, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેવી કે આ યોજનાના લાભો, પસંદગીની પાત્રતા, વગેરે નીચે સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવી છે, અને મહિલા અને બાળ વિકાસની યોજના માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. માટે લેખને અંત સુધી વાંચો.


પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 

  • યોજના નું નામ પ્રધાનમંત્રી માતૃવંદના યોજના – PMMVY
  • યોજના નો પ્રકાર કેન્દ્ર સરકારની યોજના
  • છેલ્લી તારીખ NOT DECLARED
  • લાભાર્થી ગર્ભવતી મહિલા
  • લાભ 6000/-


PMMVY યોજનાના હેતુઓ

પ્રથમ બાળકોનો જન્મ આપનારી માતાને પ્રસુતિ અગાઉ અને બાળકના જન્મ પછીના સમયગાળામાં એ કામ પર ન જાય તે મુખ્ય હેતુ છે.

આરામ કરે એ હેતુસર એણે મળનાર મજૂરીની કમાણી જેટલા નાણાં સરકાર તરફથી વળતર રૂપે રોકડમાં આપવા.

સગર્ભા મહિલાઓ અને ધાત્રી મહિલાઓમે રોકડમાં મજૂરી જેટલા નાણાં મળી રહે અને જરૂરી આરામ મળી રહે, પરિણામે પોતાનો અને બાળકનો શારીરિક વિકાસ થઇ શકે.


PMMVY યોજનાના ઉદેશ્ય

સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.

આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળશે.

ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના 2 હજાર રૂપિયા અપાશે.

ત્રીજા હપ્તાના 2 હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.

દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશતો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.


આ યોજનાનો લાભ કોને મળશે?

2017 ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી, પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.

લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.

ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-

યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.

ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.

લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે.

એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.

યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય.

જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.

આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.



આ યોજના હેઠળ આવતી મહિલાઓની નોંધણી કઈ રીતે કરવી?

યોજનાનો લાભ મળવાપાત્ર હોય તેવી મહિલાઓએ જે-તે રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં આ યોજનાનો અમલ કરાતો હોય તેવી હોસ્પિટલ, સરકારી દવાખાના અથવા આંગણવાડી કેન્દ્રમાં પોતાનું નામ નોધાવવું જરૂરી છે.

નામ નોંધની કરાવતી વેળાએ મહિલા અને તેના પતિએ ફોર્મ-૧-એ મેળવી, એમાં બધી વિગત દર્શાવી, જરૂરી આધાર પુરાવા સાથે પોતાની વખતે મહિલાના અને તેના પતિના આધાર નંબર, મોબાઈલ નંબર, બેંક અથવા પોસ્ટ ઓફિસનો ખાતાં નંબર આપીને પોતાની અને પતિની સંમતી લેખિતમાં દર્શાવવી પડશે.

રજીસ્ટ્રેશન માટેના ફોર્મની કોઈ ઈમ્મ્ત રાખી નથી, અને આ ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા સરકારી દવાખાનાઓ કે હોસ્પિટલમાંથી મેળવી શકાશે.

યોજનાના લાભાર્થીએ નામ નોંધની કરાવ્યા પછી જ્યાં ફોર્મ આપ્યું હોય ત્યાંથી સ્વીકાર નંબર કે પાવતી મેળવવી રહેશે જે બતાવવાથી યોજનાના વિવિધ હપ્તાની રકમ આપવામાં આવશે.

નામ નોંધની પછી માતા અને શિશુ સુરક્ષા કાર્ડ લાભાર્થીને અપાશે તે પછી આધાર કાર્ડ કે ઓળખના પુરાવા અને બેંક કે પોસ્ટ ઓફીસના ખાતાં નંબરો આપ્યા બાદ યોજનાનો પહેલો હપ્તો મળશે.

ગર્ભાવસ્થાના છ મહિના બાદ ફોર્મ ૧-બી ભરીને માતા અને શિશુ સુરક્ષા કાર્ડની નકલ તેમજ બાળકના જન્મ પૂર્વે થયેલ તબીબી તપાસની રીપોર્ટ આપવાથી યોજનાનો બીજો હપ્તો અપાશે.


  • સત્તાવાર સાઈટ Click Here 




No comments:

Post a Comment